ધોરણ 1 થી 8 ની કવિતાઓ

ધોરણ 1 થી 8 ની કવિતાઓ


ધોરણ થી ની કવિતાઓ
                
એક જ દે ચિનગારી,મહાનલ ! એક જ દે ચિનગારી.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી;જામગરીમાં તણખો ન પડ્યો ફળી મહેનત મારી;મહાનલ ! એક જ દે ચિનગારી.
ચાંદો સળગ્યોસૂરજ સળગ્યોસળગી આભઅટારી;ના સળગી એક સગડી મારીવાત વિપતની ભારી;મહાનલ ! એક જ દે ચિનગારી.
ઠંડીમાં મુજ કાયા થથરેખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગુંમાગું એક ચિનગારી
મહાનલ ! એક જ દે ચિનગારી.
 
 
  • તને ઓળખું છુંમા (ધોરણ – કાવ્ય – ૪)
તને ઓળખું છુંમા !
સરે અચાનક હોઠેથી બસએક વેણ તે,ખમ્મા !
ખમ્મા કહેતાં પાંપણ પરથી નહીં ખરેલાં આંસુ,
ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું,
મળે લ્હેરખી : હોઉં ભલે હું લૂ-ઝરતા મારગમાં ….
તરુણા પેઠે આવે કે હડસેલે,કોઈ ફેંકે
પગ પર ઊભો થાઉં ફરી તારી મમતાના ટેકે
દશે ટેરવાં અડે ને પીડા છૂ થાતી પળભરમાં ….
ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે
કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે ?
સ્મરણ-સ્મરણ તે તીરથ : તારી એમ કરું પરકમ્મા ….
તને ઓળખું છુંમા !
કવિ પરિચય : મનોહર રતિલાલ ત્રિવેદી
 
  • ધૂળિયે મારગ (ધોરણ – કાવ્ય – ૬)
કોણે કીધું ગરીબ છીએ ? કોણે કીધું રાંક ?કાં ભૂલી જા મન રે ભોળા ! આપણા જુદા આંક.
થોડાક નથી સિક્કા પાસેથોડીક નથી નોટ,એમાં તે શું બગડી ગયું એમાં તે શી ખોટ ?ઉપરવાળી બૅન્ક બેઠી છે આપણી માલંમાલ,આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ.
ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ,સુખદુ:ખોની વારતા કેતા બાથમાં ભીડી બાથ.
ખુલ્લાં ખેતર અડધેપડધેમાથે નીલું આભ,વચ્ચે નાનું ગામડું બેઠુંક્યાં આવો છે લાભ ?સોનાની તો સાંકડી ગલીહેતુ ગણતું હેત;દોઢિયાં માટે દોડતાં એમાં જીવતાં જોને પ્રેત !
માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ;નોટ ને સિક્કા નાખ નદીમાંધૂળિયે મારગ ચાલ !
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી સાહિત્ય પરિષદ)
કવિ પરિચય : મકરન્દ વજેશંકર દવે (ગુજરાતી પ્રતિભા પરિચય)